Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ત્રીજી વેવમાં દરરોજ કોરોનાના રપ હજાર કેસ આવે તો પણ સરકાર તૈયાર

બીજી વેવમાં શું ખુટયું હતું તેના આધારે ત્રીજી વેવનો એકશન પ્લાન ઘડાયોઃ નિતીનભાઇ પટેલ : સંભવિત થર્ડ વેવમાં ઓનલાઇન હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સ્થીતી જોઇ શકાશેઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા.૧૪ : કોરોનાની સંભવિત ત્રીજી વેવ સામે રાજય સરકાર સજ્જ હોવાનુ જણાવીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ફર્સ્ટ સેકન્ડ વેવની સામે આપણે જજુમી રહ્યા છીએ ખૂબ સંઘર્ષ કરવો પડયો દરેક રાજયોમાં કેસ વધ્યા અને નાની-મોટી સમસ્યા ૧૪૦૦૦ કેસની સામે ૪૦૦ કેસ આવવા લાગ્યા

તજજ્ઞોની ધારણા છે કે થર્ડ વેવ આવશે પરંતુ આપણે  ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજી વેવ ન આવે અને સૌ તંદુરસ્ત રહે.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે, સંભવિત ત્રીજી વેવમાં દરરોજ રપ હજાર કેસ આવે તો પણ રાજય સરકાર તૈયાર છે. હોસ્પિટલોમાં બેડ અને ડોકટરોની સંખ્યા વધારાશે, બેડની સંખ્યા ૧.૧૦ લાખ કરાશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, બાળકોની હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરાશે. આરોગ્ય વિભાગની તમામ ખાલી જગ્યાઓ ભરાશે. બીજી લહેરમાં ઝડપી નિર્ણયોથી કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, જયારે ૧૪પ૦૦ કેસ નોંધાયા ત્યારે કેવી પરિસ્થિતિ હતી. અને શુ ખૂટતુ હતુ તેના વિશે ચર્ચા કરીને એકશન પ્લાન ઘડાયો છે.

ગુજરાતની વસ્તી, કોરોનાના દર્દીઓ, વેકિસનેશન કામગીરી સહિતની  બાબતો અંગે ચર્ચા-વિચારણા કરાઇ છે. અને ત્યારબાદ અનુમાનના આધારે સંભવિત કેસો ગણવામાં આવ્યા છે.

આરોગ્ય સચિવ શ્રી શિવહરે રિકવરી રેટ ૯૭ ટકા આસપાસ થઇ ગયો છે. તજજ્ઞની મદદથી આરોગ્ય સેવા માટે વિચાર વિમર્શ કરીને ટેસ્ટીંગ, સહિતની સુવિધા અપાશે.

(5:05 pm IST)