Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વનપ્લસ ટીવી યુ1એસની રજૂઆતઃ સ્માર્ટ 4કે સિનેમેટિક અનુભવઃ આકર્ષક રેન્જ

(કેતન ખત્રી), અમદાવાદઃ વનપ્લસ, એક વૈશ્વિક ટેકનોલોજી બ્રાન્ડ જાહેર કરે છે કે, વનપ્લસ ટીવી યુ1એસએ કંપનીના સ્માર્ટ ટીવી પોર્ટફોલિયોનો અત્યાધુનિક ઉમેરો છે. વનપ્લસ ટીવી યુ1એસએ વનપ્લસ દ્વારા ૨૦૨૦માં જે વનપ્લસ ટીવી યુ સિરિઝ રજૂ થઈ હતી, તેનું એક વિસ્તરણ છએ, જે કંપનીના દ્રષ્ટિકોણને વધુ સશકત બનાવે છે જેનાથી તે વપરાશકર્તાને એક પ્રિમિયમ અને એકસેસિબલ જોડાયેલ ઇકોસિસ્ટમ અનુભવ પૂરો પાડે છે.

નવા સ્માર્ટ ટીવીમાં તે વર્ગની શ્રેષ્ઠ 4કે સિનેમેટિક ડિસ્પ્લે તથા ક્યુરેટેડ કન્ટેન્ટ સાથેની ભવ્ય લાઈબ્રેરી સાથેનો અદ્દભુત ઓડિયો છે. તેમાં પ્રિમિયમ બેઝેલ-લેસ ડિઝાઈન છે, જે સમગ્ર સ્ક્રીન સાઈઝની રેન્જમાં જોવા મળે છે, તથા તે વપરાશકર્તાને એક એડવાન્સ્ડ ઇન્ટરકનેકટેડ તથા ઇન્ટેલિજન્ટ અનુભવ પૂરો પાડે છે.વનપ્લસ ટીવી યુ1એસએ વપરાશકર્તાઓને એક પ્રિમિયમ સ્માર્ટ ટીવી અનુભવ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, તે પણ એક આકર્ષક કિંમતે. તે ૫૦ ઇંચ, ૫૫ ઇંચ અને ૬૫ ઇંચના વેરિએન્ટમાં પ્રાપ્ય છે.

ભારતમાં વનપ્લસ સ્માર્ટ ટીવીના એક યાદગાર આવકારને અનુસરીને સ્માર્ટ ટીવી પોર્ટફોલિયોના નવા ઉમેરાની રજૂઆત માટે પણ ઉત્સાહિત છીએ.

(3:43 pm IST)