Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોગ્રેસ ભાજપના ખીસ્સામાં, જયારે જયારે જરૂર પડે ત્યારે ભાજપ તેનો ઉપયોગ કરે છે : અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના કડાકા-ભડાકા

રાજકોટ, તા. ૧૪ :  દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની એક દિવસની મુલાકાતે આવ્યા છે.

અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે રર વર્ષથી ગુજરાતમાં એક જ પક્ષનું શાસન છે. છેલ્લા ર૭ વર્ષથી આપ બન્ને પાર્ટીની દોસ્તીની વાત છે. કોગ્રેસ-ભાજપના ખીસ્સામાં છે જયારે જયારે જરૂર પડે ત્યારે ત્યારે ઉપયોગ કરે છે.

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે આજે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં છે આત્મહત્યા કરે છે. શૈક્ષણિક પરિસ્થિતિ પણ કથળી છે. વેપારીઓ ડરી ગયા છે કોઇની હિંમત સરકાર સામે બોલાવાની થતી નથી તેવા પ્રહારો અરવિંદ કેજરીવાલે રાજયની ભાજપ સરકાર સામે કર્યા હતાં. (૯.૯)

(1:18 pm IST)