Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અંધશ્રધ્ધાને દૂર કરવા આરોગ્ય વિભાગનો અનોખો પ્રયોગ: દિયોદરમાં ભુવાઓ -ધર્મગુરુઓ સાથે બેઠક

જન કલ્યાણ માટે લોકોને અંધશ્રધ્ધાથી દૂર રાખશું.:ભુવાઓની ખાતરી

 

દિયોદર આરોગ્ય વિભાગે અંધશ્રધ્ધાને દૂર કરવા પ્રથમ વખત ભુવા ધર્મગુરુની બેઠક બોલાવી છે. બનાસકાંઠામાં તાજેતરમાં લાખણી તાલુકા નાની બાળકીને ડામ આપવાની બનેલી ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યુ છે.

 જિલ્લાભરમાં ઠેરઠેર તાલુકા હેલ્થ અધિકારી દ્વારા પ્રજામાં જાગૃતિ લાવવા જનજાગૃતિ અભિયાન શરૂ કરાયુ છે. જેમાં લોકો વહેમ અંધશ્રધ્ધામાં દોરવાઇને બીમારીમાં યોગ્ય સારવાર કરાવે તે અર્થે બેઠક મળી હતી.

  બેઠકમાં દિયોદર તાલુકાના આજુ બાજુ ગામોના ભુવાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બેઠક બાદ ભુવાઓ પણ ખાતરી આપી હતી કે અમો જન કલ્યાણ માટે લોકોને અંધશ્રધ્ધાથી દૂર રાખશું

(12:14 am IST)