Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

મોડાસામાં જાહેર સ્થળોએ ધ્રુમપાન કરનાર અને પાન-મસાલા ખાનાર સામે તવાઈ :દંડ ફટકાર્યો

દંડ વસુલાતની કાર્યવાહીથી ગુટકા પાન મસાલા ખાનાર અને ધ્રુમપાન કરનાર રફુચકકર

 

મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં ડી.વાય.એસ.પી ઈશ્વર પરમાર અને મોડાસા ટાઉન પોલીસે તમાકુ નિયત્રંણ અધિનિયમ-૨૦૦૩ કલમ હેઠળ જાહેર સ્થળોએ ધ્રુમપાન કરનાર અને તમાકુ યુક્ત પાન-મસાલા ખાનાર લોકો સામે તવાઈ બોલાવી દંડાત્મક કાર્યવાહી કરી હતી. કાર્યવાહીમાં લોકોને દંડ ફટકારી સ્થળ પર દંડની વસુલાત કરી હતી .

 ડીવાયએસપી ઈશ્વર પરમારની રાહબળી હેઠળ મોડાસા ટાઉન પોલીસે મોડાસાના ચાર રસ્તા પર જાહેરમાં ધ્રુમપાન કરનાર અને પાન-મસાલા ગુટખા ખાનાર શખ્શો સામે તવાઈ બોલાવી હતી. તમામ સ્થળ પર દરેક શખ્શ પાસેથી ૧૦૦ રૂપિયા દંડ વસુલાત કરતા પાન-મસાલા, ગુટખા અને ધ્રુમપાન કરનાર યુવકો અને લોકો રફુચક્કર થઈ ગયા હતા.

(12:12 am IST)