Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

રવિવારે વાયુ વાવઝોડુ ફરી ગુજરાતના કિનારે પાછું ફરશે કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે

 

અમદાવાદ :વાયુ વાવાઝોડાએ ગુજરાત તરફની દિશા બદલીને ઓમાન તરફ ફંટાયું હતું ત્યારે હવે પાછું ગુજરાત તરફ દસ્તક દેશે આગામી 16 જૂન સુધી વાવાઝોડુ દ્વારકાથી 256 કીમી દૂર દરિયામાં સક્રિય રહેશે. 16 જૂનની વહેલી સવારથી વાયુ વાવાઝોડું દરિયાની વિખેરાવાનું શરુ થઇ જશે. જે સાંજે દ્વારકાથી 280 કિમી દૂર આંશિક રીતે વિખેરાઇ જશે

ત્યારબાદ વિખેરાયેલું વાયુ વાવાઝોડું ફરી પાછું ગુજરાતના કિનારે આવી શકે છે. જેને લઇને 16 અને 17 જૂનના રોજ કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારે પવન સાથે વરસાદની સંભવનાઓ છે. 16 જૂને કચ્છના નલિયા, જખૌ અને માડવીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

(11:02 pm IST)