Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અમદાવાદમાં બેંકમાં લોકોની નજર ચૂકવી રોકડની તફડંચી કરનાર બે પોલીસના સકંજામાં

અમદાવાદ:બેન્કના એટીએમમાં પૈસા ભરવા જતા લોકોના નાણાં નજર ચુકવીને ચોરી લેતા બે શખ્સોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. ારોપીઓ સામે આ પ્રકારે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૧૧ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

વસ્ત્રાપુર પોલીસે માહિતીને આધારે ઘાટલોડીયામાં ચાણક્યપુરી સેક્ટર-૫માં રહેતા યુનુસખાન ઉર્ફે સંજય ડી.મન્સુરી અને ગાઠલોડીયામાં લક્ષ્મણગઢનો ટેકરો ખાતે રહેતા શકુરખાં એન.મન્સુરીની ધરપકડ કરી હતી. આરોપીઓ બેન્કના એટીએમમાં પૈસા ભરવા જતા લોકોને નિશાન બનાવતા હતા. એટીએમમાં જઈને તેઓ પૈસા કાઢી રહેલા લોકોની પાછળ ઉભા રહી જતા હતા. બાદમાં અમારે પણ પૈસા કાઢવના છે કહીને પૈસા કાઢી રહેલા લોકોની નજર ચુકવીને કેન્સલનું બટન દબાવી દેતા હતા. પૈસા ભરવા આવેલી વ્યક્તિ એટીએમથી બહાર નીકળે એટલે આરોપીઓ મશીનમાંથી પૈસા કાઢી પલાયન થઈ જતા હતા. પોલીસે આરોપીઓના મોબાઈલની કોલ ડિટેલ અને સીસીટીવીને આધારે તેમની ધરપકડ કરી હતી. તેમની વિરૃધ્ધ સોલા, રાણીપ, સાબરમતી, માધવપુરા, નિકોલ, નરોડા, ઓઢવ, વટવા જીઆઈડીસી, ઈસનપુર, કલોલ અને સાણંદ પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયેલા છે. તેમની પાસેથી રૃ.6,500 રોકડા અને ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા

(5:39 pm IST)