Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

પવનથી થયેલ નુકશાનની ચુકવણી તથા વીજ પુરવઠો કાર્યાન્વિત કરાશેઃ પડી ગયેલ વૃક્ષો હટાવાશેઃ મુખ્ય રાહત કમિશ્નર પંકજ કુમાર

ગાંધીનગર,તા.૧૪: આજે ''વાયુ'' વાવાઝોડાથી રાજયમાં થયેલ અસર- નુકશાન અને રાહત અંગે ગુજરાતના મુખ્ય રાહત કમિશ્નર પંકજ કુમારે પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે ગઈકાલે રાત્રે સમુદ્રી મોજા લગભગ ૪ થી ૪.૫૦ મીટર હતા. જે સવારે ઘટી ગયો છે. ફિલ્ડમાં કામગીરીમાં પવનના કારણે જે નુકશાન થયું હશે તેને સહાય ચુકવણી, પડી ગયેલ ઝાડ ઉપાડવા, વિજ પુરવઠો કાર્યરત કરવા કવાયત. મધ્યમથી હળવા વરસાદની હવામાન ખાતાની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે કરાઈ છે. તેમ પંકજકુમારે જણાવેલ.

(1:04 pm IST)