Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અમદાવદમાં આરટીઓ મેગા ડ્રાઇવ ;શાળાઓએ ખૂલતાની સાથે તંત્રની તવાઈ

અલગ અલગ ટીમ બનાવી થલતેજ, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં સ્કૂલબસ, વાન અને રીક્ષોઓમાં ચેકિંગ

અમદાવાદ આરટીઓ મેગા ડ્રાઇવ કરવામાં આવી છે. શાળાઓ ખૂલવાની સાથે જ આરટીઓ તંત્ર એક્શનમાં આવ્યું છે અને સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.વહેલી સવારથી જ આરટીઓ ઇન્સપેક્ટર દ્વારા અલગ-અલગ ટીમ બનાવી અને થલતેજ, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં સ્કૂલબસ, વાન અને રીક્ષોઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ આરટીઓ દ્વારા સતત મેગા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. જેમાં હજી પણ સ્કૂલ વાનમાં માસૂમ બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવી રહ્યા છે. જો કે સ્કૂલ વાન અને સ્કૂલ બસ માટે ફીટનેસ સર્ટિફિકેટથી લઇને ઇન્સયોરન્સ સહિતની તમામ બાબતોની તપાસ કરવામાં આવી હતી.

સ્કૂલવાનના ચાલકો બાળકોને ગાડીમાં સીએનજી કીટ લગાડેલી હોય છે, તેના પર સીટ બનાવી અમે બેસાડે છે. જે નિયમ મુજબ ન હોવું જોઈએ. આવી ફરિયાદના પગલે આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું

  સ્કૂલના બાળકોને વાન કે બસમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડતા આરટીઓ દ્ધારા ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્સયોરન્સના ડોક્યમેન્ટ્સ સહિત તમામ બાબતોને લઇને સ્કૂલ વાન અને સ્કૂલ બસ પર આકરી કાર્યવાહી કરી છે. જેમાં 50 ટકા સ્કુલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકોએ આરટીઓના નિયમનુ પાલન કરતા નથી તેવું ફલિત થયું છે.

(11:43 am IST)