Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

મહેસાણા પાલિકા દ્વારા વેરો વસૂલવા પ્લેનની હરરાજી : ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ બનાવ

એક ડેમે સહિત 4 એરક્રાફ્ટની હરાજી : ફોર્સ ટ્રાવેલર, એરક્રાફ્ટ હેંગર અને ઓફિસના ફર્નિચરની પણ હરાજી કરાશે

મહેસાણામાં નગરપાલિકા દ્વારા પ્લેનની હરાજીનું આયોજન કરાયું છે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પ્લેનની હરાજીનુ આયોજન કરાયું છે. તંત્ર દ્વારા એક ડેમે સહિત 4 એરક્રાફ્ટની હરાજી કરવામાં આવશે.સાથે જ ફોર્સ ટ્રાવેલર, એરક્રાફ્ટ હેંગર અને ઓફિસના ફર્નિચરની પણ હરાજી કરવામાં આવશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા AAA એવિએશન કંપની પાસેથી વેરો વસુલવાનો બાકી છે. 5 કરોડ 62 લાખનો વેરો બાકી હોવાથી કંપની દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી. જોકે હજી પણ વેરો બાકી હોવાના કારણે કંપની દ્વારા પ્લેનની હરાજીનું આયોજન કરાયું છે.

હાલમાં કંપનીની મિલકતની રિઝર્વ કિંમત 1 કરોડ 65 લાખ રૂપિયા આંકવામાં આવી છે. 3 એજન્સીઓએ પ્લેનની હરાજીમાં ભાગ લીધો છે અને હરાજીમાં ભાગ લેવા માટે એજન્સીઓ દ્વારા 16 લાખ 56 હજાર રૂપિયા ડિપોઝીટ પણ જમા કરાવવામાં આવ્યા છે..

(11:13 am IST)