Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આણંદના સરદારગંજમાંથી ઇન્ટરનેશનલ છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ

હૈદરાબાદના ત્રણ, આણંદના બે તથા કરજણનો એક મળીને છ ને રાઉન્ડઅપ :લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત

 

આણંદના સરદારગંજમાંથી ઇન્ટરનેશનલ છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં :હૈદરાબાદના ત્રણ, આણંદના બે તથા કરજણનો એક મળીને ને રાઉન્ડઅપ કરીને :લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે એવું મનાય રહયું છે કે પરપ્રાંતીયોના એટીએમ કાર્ડનો ફોટો પાડીને તેના કોડ તેમજ પીન નંબરના આધારે ઓનલાઈન ઠગાઈ કરતા હતા

 આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સરદારગંજમાં આવેલા દાદાભાઈ એસ્ટેટની એક ઓફિસમાં છાપો મારીને પરપ્રાંતીયોના એટીએમ કાર્ડના આધારે ઓનલાઈન ઠગાઈ કરવાનું એક મસમોટુ રેકેટ ઝડપી પાડીને કાર્યવાહી હાથ ઘરી છે. તપાસ દરમ્યાન લાખોની ઠગાઈ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(12:22 am IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST