Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સાહિત્યકાર બકુલભાઈ બક્ષીનું હૃદયરોગના હુમલાથી નિધન

સાહિત્યકાર લલિતકુમાર બક્ષી અને ચંદ્રકાંત બક્ષીના લઘુબંધુના નિધનથી સાહિત્યજગતમાં ઘેરો શોક

 

અમદાવાદ ;સાહિત્યકાર બકુલભાઈ બક્ષીનું નિધન થયું છે સાહિત્યકાર લલિતકુમાર બક્ષી અને ચંદ્રકાંત બક્ષીના લઘુબંધુ બકુલભાઈ બક્ષીનું આજે 77 વર્ષીય ઉંમરે હૃદયહુમલાને કારણે અમદાવાદમાં નિધન થયું છે તેમના દુઃખદ નિધનના સમાચાર સાથે સાહિત્યજગતમાં શોકની લાગણી ફેલાઈ છે .

 

   બકુલભાઈ બક્ષીનો જન્મ 1941માં કોલકાતા ખાતે હતો. તેઓ સાહિત્યકાર લલિતકુમાર બક્ષી તથા ચંદ્રકાંત બક્ષીના લઘુબંધુ હતા.તેઓ બી.કોમ અને આઇએએસની પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં જોડાયા હતા. તેઓ ગુજરાતી સમુદાયના એકમાત્ર સભ્ય હતા જેમણે કસ્ટમ્સ કલેકટરની આદરણીય પદવી મેળવી હતી. વર્ષ 2003માં મુંબઈના ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ નિવૃત્તિ બાદ લેખન-વાંચનમાં ખૂબ વ્યસ્ત રહેતા. વિવિધ સમારંભોમાં ટાઇમ મેનેજમેન્ટ અને મોટિવેશનલ વિશે પ્રવચનો આપવા જતા હતા.

   તેમના લેખો ઘણાં વર્ષોથી ગુજરાત તેમ મુંબઈનાં કેટલાંક ગુજરાતી અખબારોમાં પ્રકાશિત થતા છે. તેમણે 160થી વધુ ગુજરાતી પુસ્તક લખ્યાં હતાં, જેમાં શબ્દોની સોનોગ્રાફી, વિરાસત, પ્રતિબંધ, કલ્ચર ફંડા, ઓટોગ્રાફ, માર્કેટ ફંડા, અંજુમન, ભાષા પશ્ચિમની-શબ્દો પૂર્વના, મજલિસ, તસવીર, 1857, કાંરવા, પડાવ, સરગમ, રાજ દરબાર, સંસ્કાર ગાથા, અનેક રંગ, અવસર, બા-અદબ, રાગ અતીત, અસ્મિતાનો ચહેરો, મોનાલીસા વગેરે ગુજરાતી પુસ્તકો લખ્યાં હતાં. તેઓ બહુ ઓછા શબ્દોમાં મોટી વાત કહેવાની કળામાં માહેર હતા. તેઓ ઓછા બોલા અને મિલનસાર તેમ સરળ સ્વભાવી હતી. ચીવટ અને નિયમિતતા તેઓ ગુણ ધરાવતા હતા.

 

(10:33 pm IST)