News of Thursday, 14th June 2018

સુરતમાં દબાણ હટાવ કામગીરી વેળાએ વૃઘ્ધનું હાર્ટએટેકથી મોત

પરિવારજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર ;સ્થિતિ વણસતા મનપા ટીમએ કામ અટકાવી પરત

 

સુરતઃ શહેરનાં કતારગામ ઝોનમાં મનપાની ટીમે દબાણ હટાવ કામગીરી દરમિયાન એક વૃદ્ધનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે તે વૃદ્ધને એકાએક ઘટનાસ્થળે હાર્ટઅટેક આવી ગયો હતો. હાર્ટએટેકનાં કારણે તે વૃદ્ધને હોસ્પિટલ લઈ જતાં તે વૃદ્ધનું રસ્તામાં મોત નિપજ્યું હતું.જેથી વૃદ્ધનાં પરિવારે એવો આક્ષેપ લગાવ્યો હતો કે,"મનપાની ટીમ નોટિસ વગર દબાણ હટાવવા આવી પહોંચી હતી અને વૃદ્ધે કેટલાંક પુરાવા પણ આપ્યાં છતાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ પરિવારજનોએ વૃદ્ધનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. મામલે પરિસ્થિતી વણસી જતાં મનપાની ટીમે બાદમાં તત્કાલિક ધોરણે કામ અટકાવીને તેઓ પરત ફર્યા હતાં."

 

(10:20 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST