Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ભાજપના વ્હીપનો અનાદર કરીને ક્રોસ વોટિંગ કરનારા કપડવંજના નવ સભ્યોને સસ્પેન્ડ કરાયા

કપડવંજ નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખની ગત તા.૭મી મે એ યોજાયેલી ચુંટણી દરમિયાન ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે પક્ષમાંથી બળવો કરી પ્રમુખપદ માટે ઉમેદવારી કરનાર પૂર્વ પાલિકા પ્રમુખ પ્રજ્ઞોશભાઈ સોનીનું સમર્થન કરનાર ૯ સભ્યોને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે.   
 
કપડવંજ પાલિકામાં પ્રમુખપદની ચુંટણી દરમિયાન ક્રોસ વોટિંગ કરી પક્ષના વ્હીપનો અનાદર કરનારા આ ૯ પાલિકા સભ્યો સામે ભાજપે શિસ્ત ભંગ અને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવાના મામલે સસ્પેન્ડ કરી દીધા હોવાનું પક્ષના સુત્રોએ જણાવ્યું હતું.

(8:33 pm IST)