Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

અમદાવાદ-ગાંધીનગરના રેડિયો કેબ ડાઇવર્સ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં હડતાલઃ મોંઘવારી વધતા ગુજરાન ચલાવવુ મુશ્કેલી

અમદાવાદઃ અમદાવાદ- રવિવારથી અમદાવાદ અને ગાંધીનગરના રેડિયો કેબ ડ્રાઈર્સ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં હડતાલ પર છે. કેબ ડ્રાઈવર્સની ફરિયાદ છે કે કંપનીએ તેમના ઈન્સેન્ટિવ્સ કાપી નાખ્યા છે અને ફ્યુઅલના વધતા ભાવનું વળતર પણ તેમને આપવામાં નથી આવ્યું. આને કારણે તેમણે નુકસાન ઉઠાવવું પડે છે.

વિનોદ લબાના નામના એક કેબ ડ્રાઈવર કહે છે કે, પાછલા અમુક અઠવાડિયામાં ફ્યુલના ભાવ સતત વધી રહ્યા છે, જેને કારણે અમારી કમાણીનો મોટો ભાગ તેના ખર્ચમાં જતો રહે છે. આ સિવાય કારનો હપતો ભરવાનો હોય છે અને કંપનીને 25 ટકા કમિશન પણ ચુકવવાનું હોય છે. આ બધાની સાથે ગુજરાત ચલાવવું મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ ડીઝલની કિંમત 72.80 રુપિયા પ્રતિ લીટર અને પેટ્રોલની કિંમત 75.62 રુપિયા પ્રતિ લીટર હતી. મંગલેશ નામના અન્ય એક ડ્રાઈવર જણાવે છે કે, અત્યારે પ્રતિ કિલોમીટર ભાડું 7 રુપિયા છે. અમારી માંગ છે કે હેચબેક અને સિડાનનું ભાડું 12-15 રુપિયા પ્રતિ લીટર કરવામાં આવે.

બુધવારના રોજ દૂરદર્શન ટાવર પાસે મોટી સંખ્યામાં કેબ ડ્રાઈવર્સે વિરોધ કર્યો હતો. ઘણી ઓછી કેબ્સ કાર્યરત હોવાને કારણે ગ્રાહકોએ લાંબી રાહ જોવી પડી હતી અને વધારે કિંમત પણ ચુકવવી પડી હતી. દરરોજ કેબથી અવરજવર કરતા ફાલ્ગુની પંડિત કહે છે કે, કેબ બુક કરવી એક મુશ્કેલ કામ બની ગયું છે. કેબ પાછળનો મારો મહિનાનો ખર્ચો બમણો થઈ ગયો છે. જ્યાં સુધી અમુક બુકિંગ કેન્સલ ન થાય ત્યાં સુધી મારે રાહ જોવી જ પડે છે.

(6:27 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST