Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પાડોશમાં રહેતી યુવતીએ મિત્રતા તોડી નાખતા સુરતી યુવકે ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર બીભત્સ ફોટો મુક્યા

સુરત: મહોલ્લામાં રહેતી યુવતિએ મિત્રતા તોડી નાંખી વાતચીત બંધ કરી દેતાં તેના નામના ચાર ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ ફોટા મુકી તેના પરિવારના સભ્યોને મોકલનાર હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા લબરમૂછીયાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા આધેડને લગભગ એક માસ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર તેની દિકરીના ફોટા સાથે રીકવેસ્ટ મળી હતી. આધેડે તે જોતાં તેમાં દિકરીનો ફોટો ઉપરાંત ઘણાં બિભત્સ ફોટા પણ હતા. આ અંગે તેમણે દીકરીને પૂછતાં તેને પણ આવી રીકવેસ્ટ મળી હતી. કોઇકે દિકરીના નામે ફેક એકાઉન્ટ બનાવી કરતૂત કર્યું હોવાની આશંકા સાથે  આધેડે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ  નોંધાવી હતી. સાયબર ક્રાઇમના આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચની ટેકનીકલ ટીમને સોંપાઇ હતી.

(5:56 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST