Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ગ્રેની ખરીદી અટકાવી સસ્તામાં વેચવાની નીતિથી ઉદ્યોગને નુકશાન

સુરત: ગ્રેની ખરીદી અટકાવીને વેપારીઓ નીચાં ભાવે માલ ખરીદવાની રમત રમતાં હોય છે અને આ રમતમાં દલાલો પણ આડકતરી રીતે સામેલ હોવાથી દલાલોને સસ્તામાં ગ્રે નહીં માંગવા અપીલ કરતા મેસેજ ફરતા થયા છે. હાલમાં સોશ્યલ મીડિયામાં એક ઓડિયો ખુબ વાયરલ થયો છે. વિવર્સ પાસેથી સસ્તામાં ગ્રે ખરીદવાની માનસિકતા ત્યજીને ઉદ્યોગ બચાવવાની અપીલ કરવામાં આવી છે. વિવર્સ પાસેથી જુદા જુદા ગ્રે દલાલો માલ ખરીદતાં હોય છે અને વેપારીઓને જેટલું સસ્તું મળે તેટલું અપાવવાની કોશિષો કરતાં હોય છે. ગ્રે સસ્તું માગીને વિવર્સને નુકશાન પહોંચાડવામાં આવે છે, ત્યારે જો ઉદ્યોગ બચશે તો આપણો ધંધો પણ બચશે, એવી શીખ પણ આપવામાં આવી છે. બહારગામથી આવીને અહીં ધંધો કરનારાઓ પોતાની શરતે ધંધો કરી રહ્યાં છે, તો વિવર્સ માટે દલાલભાઈઓએ કેમ કોઈ શરત-નિયમ નહીં બનાવવો એવું પૂછાયું છે.

(5:56 pm IST)