Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કરજણ તાલુકામાં એલસીબીએ દરોડા પાડી વિદેશી દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો

કરજણ: ટાઉનના જુના  બજાર અને તાલુકાના પિંગલવાડા ગામે જિલ્લા એલસીબીએ દરોડો પાડી ઇંગ્લીશ દારૃની ૨૭૦૦ બોટલો તથા ૪૯૦ દારૃના પાઉચ મળી કુલ રૃા.૧૧.૩૮ લાખના મુદ્દામાલ સાથે ત્રણ બુટલેગરોની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસની દારૃબંધીની ઢીલી નીતિ બાબતે સવાલો ઉભા થયા છે. પોલીસ સ્ટેશનની આજુબાજુ મોટાપાયે ઝડપાયેલા ઇંગ્લીશ દારૃના જથ્થા અંગે તર્કવિતર્કો પણ સર્જાયા છે. પ્રથમ બનાવમાં કરજણ જુનાબજાર કોલેજ રોડ પર આવેલા નલી નગરી ખાતે બંધાયેલા સરકારી આવાસમાં ધર્મેશ હર્ષદ ઠાકોર બ્લોક-૧માં મકાન ધરાવે છે જેમાં ઇંગ્લીશ દારૃનો મોટો જથ્થો છુપાવી છૂટક વેચાણ કરતો હોવાની બાતમી એલસીબીને મળતા રાત્રે દરોડો પાડતા મકાનમાંથી ૧૮૦ એમએલના દારૃના ૪૯૦ પાઉચ મળ્યા હતાં. પોલીસે એક્ટીવા, ચાર મોબાઇલ, દારૃના પાઉચ મળી કુલ રૃા.૮૨ હજારના જથ્થા સાથે ધર્મેશ હર્ષદ ઠાકોર (રહે.કરજણ એસબીઆઇ પાસે, ગોવિંદ બેચરની ચાલી) તથા અર્પિત ઉર્ફે નાગ ધર્મેશ સોલંકી (રહે.ઠાકરડા વાસ, એસટી ડેપો સામે)ની ધરપકડ કરી હતી. ઝડપાયેલા બંને આરોપીઓ જુનાબજાર ખાતેના મકાનમાં દારૃનો સ્ટોક કરતા હતા અને ત્યાંથી એક્ટીવાની ડેકીમાં ભરી લાવી નવાબજાર બ્રીજ નીચે મહારાજા ડાઇનીંગ હોલ સામે ઉભા રહી છુટક વેચાણ કરતા હતાં.

(5:55 pm IST)