Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કલોલમાં મામલતદાર કચેરીની ફાઈલો એજન્ટની ઓફિસમાંથી મળી આવતા હલચલ

કલોલ: મામલતદાર કચેરીની સરકારી ફાઈલો એજન્ટની ઓફીસમાંથી મળી આવતાં હોબાળો મચી ગયો હતો. કોંગી ધારાસભ્યની રજૂઆત બાદ પ્રાંત અધિકારીએ મામલતદાર કચેરીની બિલકુલ સામે આવેલી ઓમ લીગલ કન્સલ્ટન્સીમાં દરોડો કરતાં મામલતદાર કચેરીના સહી સિક્કાવાળી ફાઈલો મળી આવી હતી. જેથી એજન્ટના કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો જપ્ત કરી પ્રાંત અધિકારીએ એજન્ટની ઓફીસને પણ સીલ લગાવી દીધું હતું. પ્રાંત અધિકારી દ્વારા ઓમ કન્સલ્ટન્સીને સીલ કરી સરકારી ફાઈલો અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું કલોલમાં આવેલી મામલતદાર કચેરીમાં અવારનવાર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. મામલતદાર કચેરીમાં વચેટીયાઓ દ્વારા અરજદારો પાસેથી પૈસા ઉઘરાવી કામ કરી આપવામાં આવતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. 

(5:54 pm IST)
  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST