Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ઉજાં-પાટણ રોડ પર 13 વર્ષીય સગીરા પર નરાધમે બળાત્કાર ગુજારતા અરેરાટી

ઊંઝા: પાટણ રોડ ઉપર આવેલ વિવેકાનંદમાં રહેતા એક યુવકે સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવી ધાકધમકી આપી બળજબરી બળાત્કાર કરી વિડીયો ઉતારી કરેલા ગુના સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી યુવકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઊંઝા, પાટણ રોડ સ્વામી વિવેકાનંદ ગરીબ આવાસ યોજનાના ફ્લેટમાં રહેતો જીગર નટવર પરમાર છેલ્લા છ મહિનાથી એક ૧૩ વર્ષની ધો. ૧૦માં અભ્યાસ કરતી સગીર વયની યુવતીને હેરાન પરેશાન કરતો હતો અને એકાંતનો લાભ લઈ છેલ્લા છ મહિનાથી ઘણીવાર ધાકધમકી આપી બળજબરીપૂર્વક સંબંધ બાંધતો હતો અને આ દરમિયાન બિભત્સ વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયોને લીધે અનેકવાર મળવા બોલાવતો હતો. જો યુવતી ના પાડે તો બિભત્સ વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. બે મહિના અગાઉ બિભત્સ વિડીયો દ્વારા બ્લેકમેઈલ કરી ફાયદો ઉઠાવતા આ બાબતે યુવતીએ છેવટે પોતાના માબાપને વાત કરતા યુવતીના વાલીએ  સમગ્ર ઘટના ઊંઝા સ્થાનિક પોલીસને જણાવતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી  યુવક જીગર પરમાર વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

(5:54 pm IST)