Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મોડાસા તાલુકાના શામપુરની સીમમાં અજાણ્યા લોકો દ્વારા રાતોરાત કેમિકલ ઠાલવી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ

મોડાસા: તાલુકાના શામપુર ગામની સીમમાં આવેલા સ્મશાનગૃહ અને પાણીના બોર નજીક અજાણ્યા લોકો દ્વારા રાતોરાત દુગંધજનક કેમીકલ ઠાલવી દેવાતાં ગ્રામજનોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો હતો. અને આ ભયજનક કેમીકલ પીવાના પાણીમા ભળતાં ગ્રામજનો સહિત આસપાસના પંથકમાં રોગચાળો ફેલાવાની દહેશત સામે ફફડાટ ફેલાયો હતો.અને કેમીકલ ઠાલવી જતા અજાણ્યા ઈસમો સામે પગલાં ભરવા ગ્રામજનો દ્વારા જિલ્લાકલેકટરને આવેદનપત્ર અપાયું હતું. અરવલ્લી જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટરને શામપુરના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું.ગ્રામજનો દ્વારા અપાયેલ આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબગામના તળાવની બાજુમાં આવેલા સ્મશાનગૃહ તથા પંચાયતના બોર તથા હેન્ડપંપની બાજુ માં કોઈ અજાણ્યા ઈસમો રાત્રીના સમયે કેમીકલ ઠાલવી જાય છે.અસહ્ય દુર્ગધ મારતા આ કેમીકલ ના કારણે આ સ્થળે થી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. 
 

(5:54 pm IST)