Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ઉમરેઠ તાલુકાના ભાલેજની ચકલાસી ચોકડી નજીક એક્ટિવા પર આવેલ બે શખ્સોએ બાઈક ચાલકને માર મારતા ફરિયાદ

ઉમરેઠ: તાલુકાના ભાલેજની ચકલાસી ચોકડી પાસે ગઈકાલે રાત્રીના સુમારે એક્ટીવા પર આવેલા બે શખ્સોએ બાઈક ચાલકને રોકીને કપાળમાં કડુ તેમજ ફેંટોનો માર મારીને ગંભીર ઈજાઓ પહોચાડતા અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ભાલેજ અમનપાર્ક સોસાયટીમાં રહેતા વાહીદઅલી સીકંદરઅલી સૈયદ ગઈકાલે રાત્રીના સવા નવેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એજે-૩૩૬૩નું લઈને ભાલેજ ચોકડીથી ચકલાસીવાળા રોડ ઉપર આવતા કાસોર તરફથી એક્ટીવા ઉપર બે શખ્સો સવાર થઈને આવી પહોંચ્યા હતા. બન્ને સામસામે આવી જતાં અક્ટીવા ચાલકે બાઈક જોઈને ચલાવ તેમ કહીને ગમે તેવી ગાળો બોલી હતી જેથી ગાળો બોલવાની ના પાડતાં એક શખ્સે વાહીદઅલીને પાછળથી પકડી રાખીને બીજાએ હાથમાં પહેરેલુ ધારવાળુ કડુ કપાળના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો ત્યારબાદ બન્ને શખ્સોએ ફેંટો તેમજ ગડદાપાટુનો પણ માર માર્યો હતો. દરમ્યાન રાહદારીઓ આસપાસના રહેવાસીઓ આવી જતાં બન્ને શખ્સો એક્ટીવા નંબર જીજે-૨૩, બીએમ-૮૫૧૧નું ત્યાં મુકીને ફરાર થઈ ગયા હતા

(5:53 pm IST)