Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TAT માટે અરજીઓ મંગાવાઇ

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-SEC) માં ઓનલાઇન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૮ જુન

રાજકોટ તા.૧૪: કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા હાલમાં વિવિધક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહયો છે ત્યારે ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-SEC) માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૮ જુન ૨૦૧૮ છે. આ કસોટી (ટીચર્સ એપ્ટીટયુડ ટેસ્ટ-ટીએટી) સંભવતઃ જુલાઇ-૨૦૧૮માં યોજવામંાં આવનાર છે.

ઓનલાઇન અરજીપત્રક જ સ્વિકારવામાં આવેશે જે http:// ojas.Gujarat.Gov.in ની વેબસાઇટ ઉપર ભરી શકાય છે.

શૈક્ષણિક લાયકાત, કસોટીનું માળખું, પરીક્ષા ફી, પરીક્ષા કેન્દ્ર, પ્રશ્નપત્રનું માધ્યમ, ઓનલાઇન અરજી કરવાની રીત સહિતની અગત્યની સંપુર્ણ સૂચનાઓ સાથેનું જાહેરનામું બોર્ડની વેબસાઇટ http://Gujarat-Education.Gov.in/SEB ઉપર જોઇ શકાય છે.

રાજય પરીક્ષા બોર્ડના જણાવ્યા પ્રમાણે નિયય લાયકાત ધરાવતા જે ઉમેદવારોએ અગાઉ આવેદન પત્ર ભરેલ છે, પરંતુ પરીક્ષા ફી ભરેલ નથી તેઓએ નવું આવેદન પત્ર ભરીને તે મુજબ પરીક્ષા ફી ભરવાની છે. કસોટી માટે નિયત થયેલ શૈક્ષણિક કે વ્યવસાયિક લાયકાત સંદર્ભે કોઇ એક અભ્યાસક્રમમાં છેલ્લા વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષા આપેલ હોય, પરંતુ પરિણામ પ્રસિધ્ધ થયેલ ન હોય તેવા ઉમેદવારો પણ છેલ્લા પરિણામને આધીન-શરતી પોતાની અરજી કરી શકશે.

TAT માટે નેટ બેંકીંગ મારફત ફી સ્વિકારવાનો સમયગાળો ૧૮-૬-૨૦૧૮ સુધીનો છે. તથા કોમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફીસ મારફત ફી સ્વિકારવાનો સમયગાળો તા. ૧૯-૬-૨૦૧૮ સુધીનો રખાયો હોવાનું જાણવા મળે છે.

તો, શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવા માંગતા મિત્રો, યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તુટી પડો-મંડી પડો. સરસ મજાની લાખેણી અને સન્માન આપતી નોકરી આપની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સોૈને ઓઇ ધ બેસ્ટ.

(4:10 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST