Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પાદરાના રણુમાં મોડીરાત્રે બે જૂથો વચ્ચે અથડામણ :ઘાતક હથિયારોથી હુમલો 10 લોકો ઘવાયા

પ્રેમપ્રકરણના સમાધાન દરમિયાન બોલાચાલી થતા મામલો બિચક્યો

વડોદરા :પાદરાના રણુ ગામે મોડી રાતે એક જ કોમના બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રેમ પ્રકરણને લઈને સમાધાનની વાતચીત દરમિયાન બોલાચાલી થઈ અને બે જૂથ આમને-સામને આવી ગયા હતા. તેમજ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં એક જૂથમાંથી છે અને અન્ય જૂથના ચાર મળીને 10 લોકો ઘાયલ થયા છે.

 ઘાયલોમાં એક વ્યક્તિને વડોદરા રેફર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઘાયલોને પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી છે. રણુ ગામે જૂથ અથડામણને લઈને સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

(1:56 pm IST)