Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

વડોદરામાં સામાન્ય બોલાચાલી બાદ અન્ય કોમના યુવકે ભાવિનને ચપ્પુના ઘા ઝીક્યાં : પોલીસનો કાફલો તૈનાત કરાયો

વડોદરાના માંડવી વિસ્તારમાં જગમાલની પોળમાં રહેતો ભાવીનચોકસી ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ યાકુતપુરા વિસ્તારમાં આવેલી પૌંવાવાલાની ગલીના નાકે આવેલા શીશમહેલ પાન કોર્નર પર ઉભો હતો. તે સમયે અન્ય કોમના એક યુવક સાથે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. જોતજોતામાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં અન્ય કોમનો યુવક ધારદાર ચપ્પુ સાથે ત્યાં ધસી આવ્યો હતો. જેણે ભાવિન ચોકસીને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંક્યા હતા અને ત્યાંથી ફરાર થઇ ગયો.

  ચપ્પુના ઘા વાગતાં ભાવિનને ગંભીર ઇજા પહોંચી હતી. તે લોહીલુહાણ થઈ જતાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપ મોટી સંખ્યામાં કાફલો તૈનાત કરી દેવાયો હતો.

(1:05 pm IST)