Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની લોઅર કોર્ટોમાં જુનિ. કલાર્ક (આસીસ્ટંટની) જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ

કુલ ૭૬૭ જગ્યાઓ માટે તા.૧પ જૂનથી ૧, જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

રાજકોટ તા.૧૪: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની સબોર્ડીનેટ કોર્ટોમાં જીલ્લા તાલુકા મથકે ખાલી પડેલી આસીસ્ટંટની જગ્યાઓ ભરવા માટે યુવાનોને ઓનલાઇન અરજી કરવામાં આમંત્રીત કર્યા છે.

રાજયની જુદી-જુદી કોર્ટોમાં જીલ્લા અને તાલુકા મથકે કુલ ૭૬૭ ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે ઓનલાઇન અરજીઓ તા.૧પ જૂનથી ૧૪ જુલાઇ સુધી  (એક માસ) કરી શકાશે.

કુલ ૭૬૭ જગ્યાઓ પર ભરતી થશે તેમાં જનરલ કેટેગરીની કુલ ૪૦૮ જગ્યા, એસ.સી.ની ૩૭ જગ્યા તેમજ એસટી.ની ૧ર૬ જગ્યા તથા એસ.ઇ.બી.સી.ની કુલ ૧૯૬ જગ્યા મળી કુલ ૭૬૭ જગ્યાઓ માટે ભરતી થનાર છે.

હાઇકોર્ટે આ ભરતી પ્રક્રિયા માટે પરિક્ષાઓની સંભવિત તારીખ પણ જાહેર કરી છે જેથી નોકરી માટે ઇચ્છુક ઉમેદવારોને તૈયારી કરવાનો પણ સમય અને શેડયુલ ગોઠવવાની તક મળે. આ ભરતી માટે એલીમીનેશન ટેસ્ટ ઓબ્જેકટીવ ટાઇપ એમ.સી.કયુ. તા.૩૦-૯-૧૮ના રોજ લેવાશે ત્યાર બાદ મુખ્ય લેખીત પરીક્ષા નવેમ્બર અથવા ડીસેમ્બર-ર૦૧૮માં લેવાશે. ત્યાર બાદ આ બંને પરિક્ષામાં સફળ થયેલા ઉમેદવારો માટે પ્રેકટીકલ સ્કીલ (ટાઇપીંગ ટેસ્ટ) સંભવત જાન્યુઆરી-ફેબ્રુઆરી ર૦૧૯માં લેવાશે.

અરજી કરવા માટે અરજદારની ઉંમર તા.૧૪-૭-ર૦૧૮ના રોજ ર૧ વર્ષ પુરા અને ૩પ વર્ષની હોવી જોઇએ. બાકી નિયમમુકિતની કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં પ વર્ષની છુટ આપવામાં આવી છે. ઓબ્જેકટીવ ટાઇપની પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે અને ૧૦૦ માર્કનું પેપર હશે. જયારે મુખ્ય લેખીત પરિક્ષા ૬૦ માર્કની રહેશે અને તેનો સમયગાળો દોઢ કલાકનો રહેશે. બંને પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોની સ્કીલ ટેસ્ટ (ટાઇપ ટેસ્ટ) (કોમ્પ્યુટર પર) ૧૦ મીનીટ માટે લેવાશે જેના માર્કસ-૪૦ રહેશે.

પસંદગી પામેલ ઉમેદવારોને પગાર ધોરણ ૧૯,૯૦૦-૬૩,ર૦૦ના ગ્રેડમાં નિમણુંક અપાશે બાકી જાહેરાતની વિગત ઓજસ વેબસાઇટ પર જોઇ શકાશે. (૧૧.૬)

 

(11:56 am IST)