Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ગુજરાત ઘેર - ઘેર પાઇપ દ્વારા ગેસ પહોંચાડનારૂ દેશનું પહેલું રાજ્ય બનશે

સુરેન્દ્રનગર, નર્મદા, પોરબંદર, જૂનાગઢ, મહિસાગર, તાપી, ડાંગ અને ગીર સોમનાથ જિલ્લાને સીજીડી નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાત દેશનું પહેલું રાજય બનવા જઈ રહ્યું છે જયાં ઘેર-ઘેર પાઈપ દ્વારા ગેસ પહોંચાડવામાં આવશે. ગેસના વિતરણ માટે માટે રાજયના આઠ જિયોગ્રાફિકલ એરિયામાં પેટ્રેલિયમ એન્ડ ન્યુટરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા બિડિંગ કરવામાં આવશે. દેશના ૨૨ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧૭૪ જિલ્લામાં આવેલ કુલ ૮૬ જિયોગ્રાફિકલ એરિયામાં ગેસ વિતરણ માટે સીજીડી કંપનીઓને બોલી લગાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ગેસના વિતરણ માટે થઈ રહેલી હરાજીમાં ગુજરાતના ૧૪ જિલ્લાનો પણ સમાવેશ થઈ રહ્યો છે, આ જિલ્લાઓને સીજીડી નેટવર્ક અંતર્ગત અગાઉ કવર કરવામાં નહોતા આવ્યા. ત્યારે આ ૧૪ જિલ્લાને આવરી લેવામાં આવતાં ગુજરાત દેશનું ૧૦૦ ટકા સીજીડી નેટવર્ક કવરેજ ધરાવતું પહેલું રાજય બની જશે. સીજીડી બિડિંગના ભાગ રૂપે ગાંધીનગરમાં બુધવારે રોકાણકારો માટે એક બેઠક બોલાવી હતી જેમાં PNGRBના ચેરપર્સન ડી.કે. સર્રફ પણ હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગર, નર્મદા, પોરબંદર, જૂનાગઢ, મહિસાગર, તાપી, ડાંગ અને ગીર સોમનાથ જિલ્લાને સીજીડી નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે. નવમા રાઉન્ડની બોલી જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૦ જુલાઈ છે. સીજીડી માર્કેટ અગાઉથી જ ગુજરાતમાં વિકસી રહ્યું છે ત્યારે સર્રફે પહેલેથી જ રાજયમાં ગેસનું વિતરણ કરતી કંપનીઓને ગુજરાતથી આગળ વધીને દેશના અન્ય ક્ષેત્રોમાં પણ સીજીડી નેટવર્ક ઉભું કરવા માટે કહ્યું છે.

ગુજરાતમાં ગેસ વિતરણના ખડતલ વિકાસ અંગે વાત કરતા સર્રફે કહ્યું કે, 'દેશભરમાં ઉપયોગમાં લેવાતી એનર્જીમાં નેચરલ ગેસનો હિસ્સો ૬ ટકા છે, દુનિયાભરમાં નેચરલ ગેસનો હિસ્સો ૨૪ ટકા છે જયારે ગુજરાતમાં ઉપયોગમાં લેવાતી એનર્જીમાં નેચરલ ગેસનો હિસ્સો ૨૫ ટકા છે.' ૧૭.૪૫ લાખ કનેકશનની સાથે દેશભરમાં ગુજરાત સૌથી વધુ પીએનજી કનેકશન ધરાવતું રાજય બની ગયું છે. ઈન્ડસ્ટ્રીયલ (૪૪૧૭ ) અને કોમર્સિયલ (૧૭૪૩૯) પીએનજી કનેકશન મામલે પણ રાજય પહેલા સ્થાને છે.(૨૧.૧૦)

(11:55 am IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST