Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

રમઝાન ઈદ ૧૫મીએ મનાવાય તો શાળા પ્રવેશોત્સવ તા.૧૬ મીએ

અમદાવાદ તા.૧૪ : રાજ્ય સરકાર દ્વારા તા.૧૪ અને તા.૧૫ જૂનથી ગ્રામ્ય વિસ્તારોમાં  શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જો ૧૫મી જૂનના રોજ રમઝાન ઇદ આવતી હોય તો સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ ૧૫મી જૂનને બદલે ૧૬ જૂનને શનિવાર ે યોજવાનો રહેશે એવી પ્રાથમીક શિક્ષણ વિભાગના નાયબ સચિવ વી.ટી. મંડોરા દ્વારા જણાવાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫મી અને ૧૫મી જૂનના રોજ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની  જાહેરાત કરી હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં તા.૨૨ અને ૨૩ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. જો કે મુસ્લિમ તહેવારો ચાંદ મુજબ મનાવતા હોવાથી જો ૧૪મી તારીખે ચાંદ દેખાય અને ૧૫ જૂને રમઝાન ઇદ આવે તો મુસ્લિમ શિક્ષકો સહિતના સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ભારે અગવડ પડી શકે તેમ છે.

તમામ રજૂઆતને ધ્યાને રાખી શિક્ષણમંભત્રીની સુચનાથી પરિપત્ર ઇ-મેઇલ મારફત તમામ સબંધિત વિભાગોને મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેર રજાઓની યાદી મુજબ તા.૧૬ને શનિવારના રોજ રમઝાન ઇદની રજા જાહેર કરવામાં આવી છે પરંતુ તા.૧૪-૬-૨૦૧૮ના રોજ ચાંદ દેખાય તો ૧૫-૬-૨૦૧૮ને શુક્રવારના રોજ રમઝાન ઇદની રજા જાહેર કરવામાં આવે તો તેવા સંજોગોમાં તા.૧૫-૬-૨૦૧૮ના રોજ સમગ્ર રાજયમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ તે દિવસને બદલે તા.૧૬-૬-૨૦૧૮ને શનિવારના રોજ યોજવાનો રહેશે.(૧૭.૫)

(11:54 am IST)