Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મેણા-ટોણા-દહેજનો ત્રાસ અને પતિ સટોડીયોઃ અંતે થાકી હારીને એ લાચાર યુવતીએ જીવ દીધો

આઇપીએલના સટ્ટામાં બધા દાગીના વેચી માર્યાઃ પુત્રીની ૧ વર્ષથી ફી નો'તા ભરતાઃ ૧૮ લાખ લઇ આવ...તોજ તને પત્નિ અને પુત્રને પુત્ર ગણીશઃ નરાધમતાની ચરમસીમા

રાજકોટ તા. ૧૪ : અમદાવાદમાં કાંકરીયામાં રહેતી એક પરણિતાને દિકરી જન્મતા અને દહેજ માટે સાસરીયાઓ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. તેમજ દિકરીની ફી પણ ન ભરાતા પરણિતાને લાગી આવતા તેણે ઘરની ગેલેરીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો.

કાંકરીયામાં રાધે ટાવરમાં રહેતી આરતી (ઉ.૩૧) ના લગ્ન બિહારના છપરામાં રહેતા સુમંત જયનારાયણ ભારતી સાથે થયા હતાં. લગ્નપ્રસંગે આરતીના માતા-પિતાએ સોના-ચાંદીના દાગીના આપ્યા હતાં.

લગ્ન બાદ આરતી પતિ સાથે નાગપુર રહેવા આવી હતી. જયાં સુમંત તેના સંબંધી સાથે રોડ કોન્ટ્રાકટનું કામ કરતો હતો. દરમિયાન આરતીને ૧ જૂલાઇ ર૦૦૬ નાં રોજ પુત્રી જન્મી હતી. જે આરતીના સાસરીયાને ગમ્યુ ન હતું અને સવા વર્ષ સુધી તેને તેડવા આવ્યા ન હતાં. સાસરીયાઓ દિકરીના ખર્ચ માટે પણ આરતીના માવતરીયા પાસે પૈસાની માંગણી કરતા રહેતા હતાં. દિકરી પેદા કરી છે તો તારા પિતા પાસેથી પૈસા લઇ આવ એમ આરતીને ટોણા મારતા હતાં.

દરમિયાન આરતીએ પુત્રને જન્મ આપ્યો હતો. આરતીના પતિએ ૧૬ લાખની માંગણી પુરી કરીશ તો જ તને મારી પત્ની અને પુત્રને પુત્ર ગણીશ, એમ કહ્યું હતું.

બીજી તરફ આરતીના માતા-પિતાને  જાણવા મળ્યું હતું કે સુમંતને આઇપીએલ ક્રિકેટનો સટ્ટો રમવાની આદત છે અને આરતીના દાગીના વેંચી નાખ્યા હતા જયારે કેટલાક દાગીના ગિરવે મુકયા હતાં. અંતે કંટાળીને આરતીના બન્ને બાળકોને અમદાવાદમાં ભણાવવાનું નકકી કર્યુ હતું.

દરમિયાન સ્કુલમાં તપાસ કરાતા આરતીની પુત્રીની ફી છેલ્લા એક વર્ષથી ભરવામાં આવી ન હોવાનું જણાયું હતું. આથી પુત્રીના ભવિષ્યને લઇને આરતીને મનમાં લાગી  આવ્યું હતું.

આ બધાથી પરેશાન આરતીએ ૧૧ જુન ર૦૧૮ નાં રોજ ઘરની ગેલેરીમાંથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે આ અંગે આરતીના પતિ સુમંત ભારતી, સસરા જયનારાયણ ભારતી અને સાસુ પશુપતિદેવી ભારતી સામે ગુનો નોંધીને  તપાસ આદરી છે.

(11:21 am IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST