Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ધોળકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબ્જો ;ભાજપની સતા છીનવાઈ

ભાજપના ત્રણ સભ્યોએ મતદાન વેળાએ ગેરહાજર રહેતા કોંગ્રેસને મળ્યો ફાયદો

 

સ્થાનિક સ્વરાજની ચૂટણીંમાં જબરી રાજકીય ઉથલપાથલ જોવા મળે છે કોંગ્રેસે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના ગઢ ગાબડું પાડ્યું છે. કોંગ્રેસે ધોળકા તાલુકા પંચાયત પર કબજો જમાવી ભાજપની સત્તા છીનવી લીધી છે.

  મળતી માહિતી મુજબ, ધોળકા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવામાં આવી, જેમાં કોંગ્રેસના પક્ષમાં વધારે મત પડતા કોંગ્રેસના સભ્ય હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સંભાળશે. તાલુકા પંચાયતમાં આંતરીક મતભેદના કારણે ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ધોળકા તાલુકા પંચાયતમાં કુલ 22 સભ્યો છે, જેમાં 11 કોંગ્રેસના અને 11 બાજપના સભ્યો હતા. પહેલા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો હતો, પરંતુ વખતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપમાં આંતરીક જુથવાદના કારણે ભાજપના 3 નારાજ સભ્યો મતદાન સમયે ગેરહાજર રહ્યા, જેથી કોંગ્રેસે તેનો લાભ લઈ તાલુકા પંચાયત હસ્તગત કરી લીધી. છે.

(11:57 am IST)