Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

તરૂણ અવસ્‍થામાં કરેલા પ્રેમ અને શારીરિક સંબંધના ગુનામાં ૧૦ વર્ષની કેદ થશેઃ ગુજરાત હાઇકોર્ટનો મહત્‍વનો ચૂકાદો

તરૂણ અવસ્‍થામાં કરેલા પ્રેમ અને શારીરિક સંબંધના ગુનામાં ૧૦ વર્ષની કેદ થશેઃ ગુજરાત હાઇકોર્ટનો મહત્‍વનો ચૂકાદો

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે POCSO Act (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ)ને લઈને અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને બાંધેલા શરીર સબંધ બદલ લઘુત્તમ 10 વર્ષની કેદ થશે. કાયદામાં જ 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ ડિસ્ક્રીશન પણ રહેતું નથી. એવામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે.

કોર્ટે નોંધ્યું છે કે નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ 'સ્ટેટયૂટરી ગુના' માટે 10 વર્ષની આકરી કેદ આજની પેઢીએ ના ભોગવવી પડે એ માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની રહેશે.

જાહેર હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોક્સો એક્ટ બાબતે અને આ ગુનાઓની ગંભીરતા બાબતે અખબાર, પેમફ્લેટ, સાઈન બોર્ડ, રેડિયો અને ટેલિવિઝન પર બહોળી પ્રસિદ્ધિ કરીને જાગૃતિ ફેલાવે. જેથી બાળકો, વાલીઓ અને આમ જનતાને આ કાયદા અને તેની કડક જોગવાઈઓનું ભાન થાય. શાળાઓ અને કોલેજોમાં પણ જાગૃતિ અભિયાન કરવા કોર્ટે આદેશ કર્યો છે. ગુજરાતમાં આ જાગૃતિ અભિયાન માટે રાજ્યના ચીફ સેક્રેટરી, ગૃહ સચિવ, માધ્યમિક શિક્ષણ સચિવ સહિતના તમામ જવાબદાર લોકોને પગલાં લેવા કોર્ટે આદેશ કર્યો છે. 

પોક્સો એ અંગ્રેજી ભાષાનો એક શબ્દ છે. આ શબ્દનો અર્થ થાય છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨. આ એક્ટને દેશભરમાં વધી રહેલા રેપની ઘટનાઓમાં આરોપીઓને સજા ફટકારવાના હેતુથી વર્ષ 2012માં બનાવવામાં આવ્યો હતો.

પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સગીર વયના બાળકોને છેડછાડ, બળાત્કાર અને જાતીય સતામણી જેવા મામલાઓમાં સુરક્ષા પ્રદાન કરવાનો છે. વર્ષ 2012માં બનાવવામાં આવેલા POCSO  એક્ટ હેઠળ અલગ અલગ આરોપો હેઠળ સજા ફટકારવામાં આવતી હોય છે. જેનું સખ્તાઇથી પાલન પણ કરવામાં આવતું હોય છે.

(7:43 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST