News of Wednesday, 13th June 2018

ગાંધીનગરમાં સે-11માં કોર્ટ સંકુલમાં ટેબલ મુકવા બાબતે બે મહિલા વચ્ચે ધીંગાણું

ગાંધીનગર:ના સેક્ટર-૧૧માં આવેલા કોર્ટ સંકુલમાં આજે બપોરના સમયે ટેબલ મુકવાના મુદ્દે બે મહિલા વકિલો વચ્ચે બોલાચાલી શરૃ થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી જતા કોર્ટ સંકુલમાં દોડધામ મચી ગઇ હતી. વકિલોએ વચ્ચે પડીને આ મહિલાઓને છોડાવી હતી અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જો કે, હજી સુધી આ સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નહીં થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર કોર્ટ સંકુલના ગેઇટ નં. બેની સામે આવેલી જગ્યામાં એક મહિલા વકિલનું ટેબલ આવેલું છે. જેમનું અન્ય સ્થળે પણ એક ટેબલ છે જેથી આ મહિલા વકિલે અન્ય એક મહિલા વકિલને બેસવા માટે આ ટેબલ આપ્યું હતું. જો કે,તે મહિલા વકિલે ટેબલ ખસેડીને પોતાનું ટેબલ મુકી દીધું હતું. જેથી આ મામલો બાર એસોસીએસન સુધી પહોંચ્યો હતો અને બાર એસોસીએસન દ્વારા આ મામલાને અનુલક્ષીને કોઇ વકિલોએ ટેબલ બાર લઇ જવા કે અંદર લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે આજે મહિલા વકિલ દ્વારા ફરીથી ટેબલ લાવવામાં આવતા બે મહિલા વકિલો વચ્ચે બોલાચાલી શરૃ થઇ હતી જે મારામારી સુધી પહોંચી હતી. કોર્ટમાં મહિલા વકિલો વચ્ચે મારામારી થતા કોર્ટમાં આવેલા અરજદારો અને વકિલો પણ અચંબામાં પડી ગયા હતા ત્યાર બાદ સિનીયર વકિલોએ વચ્ચે પડીને મહિલા વકિલોને છોડાવ્યા હતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો પરંતુ આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નહીં થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(6:02 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST