Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ગાંધીનગરમાં પત્નીનું ગળું દબાવી આધેડે મોતને ઘાટ ઉતારી દીધી

ગાંધીનગર:શહેરના સેક્ટર-૪માં રહેતાં અને વિધાનસભામાં સેવક તરીકે ફરજ બજાવતાં આધેડે ગઇકાલ રાત્રે પોતાની માનસિક બિમાર પત્નિની ગળુ દાબી હત્યા કરી દેતાં ચકચાર મચી છે. આ હત્યાને અંજામ આપ્યા બાદ પોતાના પુત્રને જાણ કરી આધેડ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જેના પગલે પોલીસે પુત્રની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.પત્નિને છેલ્લા ઘણા મહિનાથી માનસિક બિમાર હોવાથી તેના ઝઘડાઓથી કંટાળીને આધેડે આ પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યુંહતું. રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરના સેક્ટર-૪માં ગઇકાલે રાત્રે પતિએ જ પત્નિની હત્યા કરીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જતાં ચકચાર મચી છે.
 

(6:02 pm IST)