News of Wednesday, 13th June 2018

કામરેજના કઠોર ગામ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે મહિલાની અટકાયત કરી

કામરેજ: કઠોર ગામે પોલીસે વિદેશી દારૃની બોટલ સાથે મહિલાને ઝડપી પાડી આઉટપોસ્ટ ખાતે લઇ જઇ કાર્યવાહી શરૃ કરી હતી. તે સમયે મહિલાના પતિએ મારી સાસુની જગ્યાએ પત્ની પર કેમ કેસ કર્યો તેમ કહી અપશબ્દો બોલતા પોલીસે ફરજમાં રૃકાવટનો કેસ કરી તેની ધરપકડ કરી હતી. કામરેજ પોલીસનો ડીસ્ટાફ તથા કઠોર આઉટપોસ્ટના જમાદાર હેમંત રતિલાલે કઠોર ગામે ઇદગાહ ટેકરા ફળિયામાં વિદેશી દારૃની બાતમી આધારે રેડ કરી હતી ત્યાં મરીયમ વિદેશી દારૃની ૪૫ બોટલ સાથે ઝડપાઇ ગઇ હતી. પોલીસ મરીયમને પકડી કઠોર આઉટપોસ્ટ પર લઇ જઇ કાયદેસરની કાર્યવાહી શરૃ કરતા ત્યાં મરીયમના પતિ નાસીર ઉસ્માન શેખ (ઉ.વ. ૩૫, રહે. ઇદગાહ ટેકરો, કઠોર, તા. કામરેજ) પહોંચી ગયો હતો. કઠોર આઉટપોસ્ટમાં પીએસઆઇ એસ.જે. કડીવાલા બેઠા હતા ત્યો જઇને જમાદારને કહ્યું કે, તમે પોલીસ કેમ સરીફાબેન (નાસીરના સાસુ)ની જગ્યાએ મરીયમના નામે કેસ કરો છે. પોલીસે નાસીર શેખને સમજાવવા છતાં આઉટપોસ્ટમાં અંદર જઇ અપશબ્દો કહીને પોલીસની વાત માનવા તૈયાર ન થતાં પોલીસે કાયદેસરની ફરજમાં ઇરાદાપૂર્વક અડચણ ઉભી કરવાનો ગુનો નોંધી નાસીર શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

(6:02 pm IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST