News of Wednesday, 13th June 2018

વડોદરા-ડભોઇ રોડ પર બાઈક પર દારૂના જથ્થા સાથે બે કોલેજીયન મિત્રની ધરપકડ

વડોદરા:ડભોઇ રોડ પર રતનપુર પાસે અક્ષર સીટી સોસાયટીના એક મકાનમાંથી તેમજ બાઇક પરથી દારૃના જથ્થા સાથે એક કોલેજીયન યુવાન સહિત બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી બંનેના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતાં. અક્ષર સીટી સોસાયટીમાંથી ગઇરાત્રે બાઇક લઇને નીકળતા એક યુવાન પાસેથી ડ્રાય જીનની બોટલ સહિત દારૃની પાંચ બોટલો મળી હતી. પોલીસે તેનું નામ પુછતા બ્રીજેશ ગોવિંદ મકવાણા (રહે.અક્ષર સીટી સોસાયટી, મુળ આમોદર, વાઘોડિયા) જાણવા મળ્યુ હતુ પોલીસે તેની પાસેથી દારૃની બોટલો તેમજ બાઇક, મોબાઇલફોન મળી કુલ રૃા.૩૧૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૃની બોટલો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછમાં તેણે સોસાયટીમાંજ રહેતા પૃથ્વીરાજ પ્રદિપ રોહીતના ઘેરથી લાવ્યો હોવાનુ જણાવતા પોલીસે તેના ઘેર તપાસ કરતા દાદર પાસેના માળીયામાંથી વધુ પાંચ બોટલો મળી હતી. પોલીસે પૃથ્વીરાજની પણ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે પૃથ્વીરાજ પાવીજેતપુરની કોલેજમાં આર્ટસમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે તેમજ તેનો મકરપુરાની કંપનીમાં ફરજ બજાવતા મિત્ર બ્રીજેશ દમણથી દારૃનો જથ્થો લાવ્યો હતો અને પૃથ્વીરાજના ઘેર મુકી રાખ્યો હતો. દરમિયાન પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.

(6:01 pm IST)
  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST