Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

આણંદ એસઓજીએ આંકલાવ અને ધુવારણમાંથી વરલી મટકાનો જુગાર રમતા 4 શખ્સોને રંગે હાથે ઝડપ્યા

આંકલાવ:આણંદ એસઓજી અને એલસીબી પોલીસે આંકલાવમાં બે સ્થળોએ તેમજ ખંભાત તાલુકાના ધુવારણ ગામે દરોડાઓ પાડીને વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતાં ચાર શખ્સોને ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ પોલીસને હકિકત મળી હતી કે, અંબાલીપુરા બસસ્ટેન્ડ પાસે વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો છે જેથી છાપો મારતાં સતીષ કાન્તીભાઈ રાણા ૨૨૬૦ની રોકડ તથા આંકડાની સ્લીપો સાથે ઝડપાઈ જવા પામ્યો હતો. તેની પુછપરછ કરતાં તે આંકલાવના શોકતઅલી ઈનાયતઅલી સૈયદ વતી આંકડા ઉઘરાવતો હોવાની કબુલાત કરી હતી. બીજા બનાવમાં એસઓજી પોલીસે વીરકુવા ચોકડી પાસે છાપો મારીને શોકતઅલી વતી આંકડાઓ ઉઘરાવતા વિનુભાઈ ભુપતભાઈ પરમાર (બોદાલ)તથા રમેશભાઈ ચંદુભાઈ પઢિયાર (અંબાવ)રોકડા ૩૮૦૦ તથા એક મોબાઈલ સાથે ઝડપાઈ જવા પામ્યા હતા.

જ્યારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે સાંજના સુમારે ધુવારણના વચલાપુરા ખાતે દરોડો પાડીને ગણપતસિંહ ઉર્ફે ગણપત રતનસિંહ સિંઘાને વરલી મટકાનો જુગાર રમાડતાં ઝડપી પાડીને તેની પાસેથી રોકડા ૯૩૬૫ જપ્ત કર્યા હતા. ગણપતસિંહ આંકડા ઉઘરાવીને ખંભાતના ઐયુબ બદરૂદ્દીન શેખને ત્યાં કપાવતો હોવાનું ખુલવા પામતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(6:00 pm IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST