News of Wednesday, 13th June 2018

આણંદ તાલુકાના નાવલી અને લીમડાપુરાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ

આણંદ:તાલુકાના નાવલી અને સામરખા નજીક આવેલા લીમડાપુરાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારવાના ઈરાદે ભગાડી લઈ ગયાની બે અલગ-અલગ ફરિયાદો આણંદ રૂરલ પોલીસ મથકે દાખલ થતાં આણંદના સીપીઆઈએ તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર નાવલી સાથરાવાડ ખાતે રહેતી એક ૧૭ વર્ષ અને ૯ માસની સગીરાને ગત ૧૧મી તારીખના રોજ સવારના છ વાગ્યાના સુમારે ગામના લીમડીવાળા ફળિયામાં રહેતો શીવો ઉર્ફે શકો શનાભાઈ પરમાર લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં સામરખા રોડ ઉપર આવેલા લીમડાપુરા ખાતે રહેતી એક ૧૭ વર્ષ અને છ માસની સગીરાને ગત ૧૧મી તારીખના રોજ સવારના સાડા દશેક વાગ્યાના સુમારે મુળ દાહોદ જિલ્લાના મુણધા ગામનો પરંતુ હાલમાં આણંદ નાની ખોડીયાર ખાતે રહેતો કાંતુભાઈ રમણભાઈ પારઘી તેના મિત્રની મદદથી ભગાડી લઈ ગયો હતો.

(6:00 pm IST)
  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST