Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ખેડા જિલ્લામાં અપમૃત્યુના બે બનાવમાં બે મોતને ભેટ્યા

ખેડા:જિલ્લાના જાવોલ અને નડીઆદ નજીક બનેલા બે અપમૃત્યુના બનાવમાં બેના મોત થવા પામ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના જાવોલમાં નરવતસિંહ ચંદુભાઈ ચૌૈહાણ રહે છે. ગઈકાલે સાંજે નરવતસિંહ ચૌૈહાણની પત્ની મંજુલાબેન (ઉં.વ.૩૦)એ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી હતી. જેથી આખા શરીરમાં ઝેર પ્રસરી જતાં મંજુલાબેન ચૌહાણનું પોતાના ઘરે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બુધાભાઈ મોહનભાઈ ચાવડાએ જાણ કરતા ચકલાસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં નડિયાદ રેલવે સ્ટેશનની ઉત્તરે કિમી ૪૫૦/૧ થી ૪૫૦/૩ વચ્ચે અપ લાઈન ઉપર આજે વહેલી સવારે એક અજાણ્યો પુરૂષ ઉંમર ૪૦ વર્ષનું કોઈપણ ટ્રેનની અડફેટે આવી જતાં કપાઈ જતા મોત નિપજ્યું હતું. આ અજાણ્યા પુરૂષે શરીરે આખી બાયનું લાલ સફેદ લીટીવાળું ટી શર્ટ તથા આસમાની કલરનું પેન્ટ પહેરેલ છે. તેના ડાબા હાથ ઉપર દિલમાં અંગ્રેજીમાં ડીજી કોતરાવેલ છે. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:59 pm IST)
  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST