Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

આરટીઓના નિવૃત જોઇન્ટ ડાયરેકટર કે.એમ.પટેલે અન્ય આરોપી સાથે ભ્રષ્ટાચારનો તખ્તો ગોઠવી રહયાની રર૦૦ જેટલી ઓડીયો ટેપ કબ્જે

રાજય સરકારની તિજોરીને કરોડોનું નુકશાન પહોંચાડવા મામલે એસીબી સકંજામાં વધુ એક મોટુ માથુ સપડાયું : એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં કે.એમ.પટેલ ૧૮ વર્ષ અગાઉ પણ લાંચના છટકામાં ઝડપાયાનું ખુલ્યું: ભારે ખળભળાટ

રાજકોટ, તા., ૧૩: ગુજરાતની આરટીઓ ચેકપોસ્ટ ઉપરથી પસાર થતા વાહનો પાસેથી બે નંબરી ઉઘરાણી રવા સાથે વિવિધ આરટીઓ પોસ્ટ પર પોતાના માનીતા ખાનગી કંપનીના ઓપરેટરો અને સુપરવાઇઝરોની નિમણુંક કરી મસ મોટું કૌભાંડ ચલાવવાના આરોપસર એસીબી વડા કેશવકુમારના આદેશથી અંતે લાંબા સમયે વાહન-વ્યવહાર કમિશ્નર કચેરીના નિવૃત જોઇન્ટ ડાયરેકટર કે.એમ.પટેલની ધરપકડ કરી તેઓની ઉંડાણપુર્વકની પુછપરછમાં તેઓએ અન્ય આરોપીઓની સાથે મળી મહત્વની ચાવીરૂપ ભુમીકાઓ ભજવ્યાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે યાદ રહે કે ર૦૧૬માં એસીબીએ રાજયની અમીરગઢ, ગુંદરી અને સામખીયાળી ચેક પોસ્ટ ઉપર તપાસ કરીને તે સમયના તત્કાલીન એસીબીના મદદનીશ નિયામક કે.ટી.કામરીયા (હાલ ડીવાયએસપી સાણંદ) વિ. ટીમ દ્વારા વાહન ચાલકો પાસેથી સરકારી ટેક્ષ ઉઘરાવવાને બદલે પૈસા ઘરભેગા કરવાનું આખુ કૌંભાંડ ઝડપી લીધું હતું.

ઉકત સમયે મુખ્ય આરોપી તરીકે વિપુલ પટેલ, જયેશ પટેલ, વડોદરા ખાતે પોતાની ખાનગી ઓફીસ રાખી ચેક પોસ્ટ પર ગોઠવેલ ઓપરેટરો અને સુપરવાઇઝરો મારફતે ગુજરાત રાજયની ચેકપોસ્ટ પરથી ગુન્હાહીત કૃત્ય કરી ભ્રષ્ટાચાર કરતા હોવાનું ખુલેલ. એ સમયે તપાસનો છેડો વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી સુધી પહોંચી તત્કાલીન ડાયેરેકટર ખોડાભાઇ મોતીભાઇ પટેલનું નામ ખુલેલ.

અત્રે યાદ રહે કે નિવૃત જોઇન્ટ ડાયરેકટર સુરતમાં આરટીઓ તરીકે હતા ત્યારે પણ ર૦૦૦ સાલમાં પણ લાંચ કેસમાં સપડાયા હતા. તેઓની જે તે સમયે અટકાયત પણ કરવામાં આવી હતી.

જે તે સમયે વિપુલ પટેલ અને ગોરધન પટેલ વિગેરેની આકરી પુછપરછમાં કે.એમ.પટેલનું નામ આમ તો ખુલી જ ગયું હતું. આ પ્રકરણ બાદ તેમના સુધી એસીબી પહોંચે તે પહેલા વિદેશ ચાલ્યા ગયેલા.

એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એ સમયે આરોપી વિપુલ પટેલ અને હાલના રિટાયર્ડ જોઇન્ટ ડાયરેકટર જે તે સમયે વાહન વ્યવહાર નિયામક હતા અને ચેક પોસ્ટ ઉપર કહેવાતા ભ્રષ્ટાચાર માટેની ભલામણો કરતી વાતચીતોની એસીબીએ ૨૨૦૦ જેટલી કલીપો હોવાનું બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે.

આમ એસીબી વડા કેશવકુમારની આગેવાની હેઠળ જમીન વિકાસના પુર્વ એમડી કે.એસ.દેત્રોજાને અપ્રમાણસરની મિલ્કત સંદર્ભે કાયદાના સકંજામાં લીધા બાદ વધુ એક મોટા અધિકારી એસીબીના પંજામાં ફસાયા છે.

(12:42 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST