Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

થરાદના નાગલા પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં ટ્રેક્ટર ખાબકયું

બનાકાંઠાના થરાદના નાગલા પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં ટ્રેક્ટર ખાબકયું હતુ. સ્થાનિક લોકોએ થરાદ નગરપાલીકાના તરવૈયાને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી બે કલાકની જહેમત બાદ ટ્રેકટર બહાર કાઢ્યુ હતુ. જો કે આ ઘટનામાં કોઈ જાન હાની થઇ નહોતી. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો પણ આબાદ બચાવ  થયો હતો.

(9:43 pm IST)