Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

‘અલ્પેશ કથીરિયાને કહેવાનું કે હજી પડશે’: ટોળું કુતરા,બિલાડાનું હોય સિંહના ટોળા ના હોય : અભી જીરાનો ધમકી આપતો વીડિયો વાયરલ

સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ પટેલ પર જીવલેણ હુમલો કર્યા બાદ અભી જીરાનો ધમકી આપતો વિડિઓ વાયરલ થયો છે આ વીડિયોમાં અભી જીરા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ઉપર પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર યુવકોના મોત અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ સાથે આ ઘટના માત્ર પૈસાની લેતીદેતીમાં થઇ હોવાનું પણ જણાવ્યું હતું. અભી જીરાએ અલ્પેશ કથીરિયાને ધમકી પણ આપી હતી કે, હવે પણ તેને પડશે.

   અભી જીરાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, કથીરિયાએ તેને મા સમી ગાળ બોલી હતી એટલે અભી જીરાએ તેના ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના માત્ર મારા અને અલ્પેશ કથીરિયા અને તેના ભાઇ સાથેની પૈસાની લેતીદેતીની છે. મારે ભાજપ કે કોંગ્રેસ પક્ષ સાથે કોઇ લેવા દેવા નથી. હું નેતા નથી અને નેતા થવાનો નથી. પરંતુ એ એક બાપનો હોય તો એટલું બોલીને દેખાડે કે આ 14 જણા મરી ગયા. એનો હિસાબ મને કહે કે કોના લીધે મરી ગયા. મહેશભાઇ અને વિઠ્ઠલભાઇની તમે ઇજ્જત કાઢો એમના જેટલા બનીને બતાવો પહેલા. તમે આજે હોબાળો કરી નાખ્યો ખાલી પૈસાની લેતીદેતીના મુદ્દામાં. થાતું હોય એ કરી લેવાનું અલ્પેશ કથીરિયાને કેવાનું કે હજી પડશે એ 100 ટકાની વાત. ટોળું સો બસોનું કૂતરાનું અને બિલાડાનું હોય સિંહના ટોળા ના હોય.

   અભી જીરાએ વીડિયોમાં વધુમાં કહ્યું હતું કે, પટેલના સર્ટિફિકેટ આપવા માંડો બધા. કોંગ્રેસમાં હોય એ પટેલ અને ભાજપમાં હોય એ પટેલ નહીં. આ બધા ધંધા બંધ કરો અને જે કરતા હોય એ કરો. ધંધામાં અને પરિવારમાં ધ્યાન આપો. અલ્પેશ કથીરિયા અત્યારે ગમે એવડો ફૂગ્ગો થયો હોય પરંતુ એ ગમે ત્યારે ફૂટી જશે. અભી જીરાએ અલ્પેશ કથીરિયારને લલકારી કહ્યું હતું કે, 200 કે 300 માણસોનું ટોળું લઇ આવો અભી જીરા એકલો લડવા માટે તૈયાર છે.

   સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર જીવલેણ હુમલો થયાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અલ્પેશ કથીરિયા પર સોસાયટીમાં જ હુમલો થયો છે. સોમવારે સાંજે અભી જીરા અને તેના મિત્રો અલ્પેશ કથીરિયાને મળવા માટે તેની સોસાયટીમાં ગયા હતા. ત્યારે અભી જીરાએ તેના મિત્રો સાથે અલ્પેશ ઉપર હુમલો કર્યો હતો. હુમલા બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જ્યારે અલ્પેશ ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આનંદોલન સમયે હાર્દિક પટેલના નજીક ગણાતા અને અલ્પેશ કથીરિયા સક્રિય હતા.

ફરિયાદ નોંધાવ્યા બાદ અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેના ભાઇના પૈસા અંગેની બાબતમાં મારા પર હુમલો થયો છે. હું સાંજે સાત વાગ્યે મારા ઘર પાસે હતો ત્યારે ત્યારે ડસ્ટર ગાડીમાં પાંચ જેટલા લોકો મને મળવા આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, તારા ભાઇને સમજાવી દેજે એટલે મેં કહ્યું કે હા સમજાવી દઇ. ત્યારબાદ તેમણે લાકડાના ફટકા માર્યા અને ત્યાર બાદ ચપ્પાનો ઘા માર્યો હતો. કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હુમલો કરનાર પૈકી બે ત્રણને હું ઓળખું છું અને તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે. એસપી સાહેબે ફરિયાદ લઇને કામગીરી હાથધરી છે. અને ટીમો પણ રવાના કરી દીધી છે

(12:39 am IST)