Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વલસાડના ધોબી તળાવમાં ધીંગાણું : ચૂંટણીની અદાવત રાખીને બે જુથ વચ્ચે અથડામણ : બે લોકોને ઇજા

વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં પાલિકાની ગત ચૂંટણીની જૂની અદાવતને લઈ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં તલવાર જેવા તીક્ષ્‍ણ હથિયારથી હુમલો કરાતા બે લોકોને માથાના ભાગે અને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા ધોબીતળાવ જકાતનાકાની બાજુમાં જૂની અદાવતને લઈ ધીગાંણું થયું હતું. પાલિકાની ગત ચૂંટણીમાં સુનિલ ઉર્ફે કાવો ભાજપ તરફે ઉભો હતો. જેનો પરાજય થયો હતો. જ્યારે અપક્ષ પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો. જેના પ્રચારમાં વસંત ખુશાલ ચૌહાણ અને તેના ભાઈ વિનોદે રિક્ષા ફેરવીલ હતી.

(10:35 pm IST)