Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અંકલેશ્વર પંથકમાં દાદાની વસ્તુ લઇ જા તેવી લાલચ આપીને ૭ વર્ષની બાળા સાથે અડપલા કરનાર ચિરાગ પટેલ ઝડપાયો

અંકલેશ્વરઃ અંકલેશ્વરના એક ગ્રામીણ વિસ્તારમાં રીક્ષા ચાલકની 7 વર્ષની દીકરીને ફળીયામાં જ રહેતા ચિરાગ પટેલ નામના શખ્સે દાદાની વસ્તુ લઇ જા તેવી લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે માળ પર લઇ જઈને મોઢા તેમજ શરીરનાં અન્ય ભાગોએ શારીરિક અડપલાં કરતા બાળકી રડવા લાગી હતી. જોકે સમય સૂચકતા વાપરી બાળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

બાળકીએ રડતા રડતા પોતાની માતા પાસે જઈને તેની સાથે થયેલી તમામ હકીકત જણાવતા માતા પણ તેની વાત સાંભળી ડઘાઈ ગઈ હતી. આખરે બાળકીની માતાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી ચિરાગ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:31 pm IST)