Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી વિસ્‍તારમાં લૂંટારૂઓ ત્રાટક્યાઃ સિક્યુરીટી ગાર્ડની હત્યાઃ પોલીસના બે વાહનો ઉપર હૂમલો

ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી વિસ્‍તારમાં લૂંટારૂઓ ત્રાટક્યાઃ સિક્યુરીટી ગાર્ડની હત્યાઃ પોલીસના બે વાહનો ઉપર હૂમલો

ભરૂચઃ ભરૂચ જીલ્લાના ઝઘડિયા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના યુનિટ ૨ માં રાત્રિનાં સમયો ચોર ટોળકી ચોરી કરવા ઘુસી હતી. જેને ફરજ ઉપર રહેલા ગાર્ડ રામપ્રકાશ પાલે પડકારતા લૂંટારૂઓએ તીક્ષ્‍ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કરવામાં આવતા સિક્યુરિટી સુપર વાઈઝર ગાર્ડ રામપ્રકાશ પાલનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.

ઘટના અંગેની જાણ ઝઘડિયા પોલીસ મથકના પેટ્રોલીંગ કરી રહેલા કર્મીઓને થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં લૂંટારું ટોળકી દ્વારા પોલીસના બે જેટલા વાહનો ઉપર પણ હુમલો કર્યો હતો.

હાલતો ઝઘડિયા પોલીસે મામલાની ગંભીરતા સમજી સમગ્ર મામલા અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી અજાણ્યા હુમલાખોર લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. જેમાંથી બેથી ત્રણ ઈશમોને સમગ્ર મામલામાં પોલીસે અટકાયત કરી હોવાની પણ પ્રાથમિક વિગતો પણ જાણવા મળી છે.

(6:30 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST