Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સુવિધાના અભાવ બાબતે સરપંચ પરિષદ ગુજરાત,નર્મદાના પ્રમુખે મુલાકાત CDMO સાથે ચર્ચા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની એકમાત્ર વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ જાણે ખુદ ઓક્સિજન પર ચાલતી હોય તેમ અનેક સુવિધાનો અભાવ હોવાના કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલ કે વડોદરા સરકારી હોસ્પિટલ માં જવા મજબુર બને છે ત્યારે આ બાબતની જાણ સરપંચ પરિષદ ગુજરાત,નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન ભાઈ વસાવા ને થતાં તેઓ તાબડતોબ સિવિલમાં દોડી ગયા અને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હિમાંશુભાઈ કાછીયા પટેલ જેમનું ગામકુવા પાસે એકસીડન્ટ થયેલું અને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ નાકમાંથી મોઢા માંથી અને કાનમાંથી લોહી નીકળતું હતું,આ પેશન્ટને માથાના અંદરના ભાગે પણ ખૂબ જ ગંભીર ઇજાઓ થયેલ છે અને અહીંયા સીટી સ્કેન,એમ આર આઇ. વેન્ટિલેટર કે અન્ય કેટલીક પૂરતી ટ્રીટમેન્ટ આપે એવા ડોક્ટરોની સુવિધાઓ ઉપલબ્ધ નથી જેથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ છે જ્યારે ડેડીયાપાડા થી આવેલા દર્દીને ઓક્સિજન લેવલ ઘટી જતાં આ પેશન્ટને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં પૂરતી સુવિધા ન હોવાના કારણે તાત્કાલિક ધોરણે બરોડા ખાતે રિફર કર્યા અને રાયકા ગામના પેશન્ટનું એક્સિડન્ટ થયો હતો જેમને માથાના ભાગે મોઢામાં નાકમાં અને હાથમાં પાંચ-સાત ટાંકા આવેલી છે અને ખૂબ જ ગંભીર ઇજાઓ થયેલ છે તેમ છતાં એમને ૨૪ કલાક દરમિયાન ફક્ત એક જ બોટલ અને ત્રણ ઇન્જેકશન આપવામાં આવ્યા હતા તો એમણે રજા લઇ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા સાથે સાથે નાના બાળકોને 24 કલાક થી દાખલ હોવા છતાં સુવિધાઓ ટ્રીટમેન્ટ આવા નાનકડા ગરીબ અને નિરાધાર માતા-પિતાના બાળકોને ન આપતા તેમણે નિરંજન વસાવા ને રજૂઆત કરી જેથી તેમને પણ તાત્કાલિક ધોરણે ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવ્યું મિત્રો આવી ઘણી બધી સમસ્યાઓ આપણાં નર્મદા જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં છે અને પુરતી સુવિધાઓ ન મળવાના કારણે એક મહિનામાં ૭૦થી ૮૦ લોકોના મૃત્યુ થાય છે તો આ માટે જવાબદાર કોણ તેમ સરપંચ પરિષદ ગુજરાત, નર્મદા ઝોન ના પ્રમુખ નિરંજનભાઈ વસાવા એ સવાલ કરી સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા સાથે રૂબરૂ ચર્ચા કરી હતી

(10:31 pm IST)