Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ભચરવાડા ગામમાથી રૂ.2,330 ના જુગારના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડતી LCB : એક વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભચરવાડા ગામમાંથી નર્મદા એલસીબી પોલીસે જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડયા હતા
 મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબીના માણસો રેઇડ માં નિકળ્યા હતા ત્યારે મળેલી બાતમીના આધારે ભચરવાડા ગામ ખાતે રહેતા નગીનભાઇ બચુભાઇ વસાવા પોતાના ઘરની સામે ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે બેસી આંકડા લખતા તથા મથુરભાઇ ગોકળભાઇ વસાવા (રહે.ચિત્રાવાડી તા , નાંદોદ)નાઓ આંકડા લખાવતા પકડાઇ ગયેલ હોય જે જુગારમાં રોકડા રૂપિયા 1,830 તથા એક મોબાઇલ કિ.રૂ. ૫૦૦ મળી કુલ ૨,૩૩૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા જ્યારે આંકડાનો વેપાર વિજયભાઈ નગીનભાઇ વસાવા( રહે.ભચરવાડા) ને આપતો હોય જેને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો છે

(10:25 pm IST)