Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સાગબારાના નાલાકુંડ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે , પોલીસ અધિક્ષક , નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ -૧૯ મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી .નર્મદા નાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લા માં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને બી.જી. વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફને બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે . વિસ્તારના નાલાકુંડના નિશાળ ફળીયામાં એક ઇસમ દવાખાનુ ચલાવે છે જે બાતમી આધારે પી.એચ.સી દેવમોગરા ખાતેથી મેડીકલ ઓફીસર ડો.હેમંતભાઇ વસાવા નાઓને સાથે રાખી ત્યાં એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે દવાખાના ઉપર રેડ કરતા દિવાકર ગોપાલ બિશ્વાસ (હાલ રહે . નાલાકુંડ તા.સાગબારા જી.નર્મદા મુળ રહે . પ્રમોદગઢ , વેસ્ટ બંગાળ )નો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો ,સીરીંજનીડલો ) , એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ . ૧૧,૧૫૬ / - ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.

(10:19 pm IST)