Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

મહાઠગ લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો છે :ભાજપના કાર્યકરોને મહાઠગ વિશે સોશિયલ મીડિયામાં લખવા સી.આર.પાટીલનું આહ્વાન

સી આર પાટીલે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર જ સખ્ત પ્રહાર કર્યા

અમદાવાદ :  પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કચ્છની મુલાકાતે હતા તે દરમિયાન ભુજમાં જૈન સમાજ આયોજિત કાર્યક્રમમાં પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. ભૂજ ખાતે નિર્માણ પામી રહેલા કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય કચ્છ કમલમ્નો શિલાન્યાસ કર્યો તથા ટાઉનહોલ ખાતે કાર્યકર્તા સંમેલનમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો.જે બાદ કરેલા સંબોધનમાં પાટીલે કેજરીવાલનું નામ લીધા વગર જ આડકતરી રીતે વાર કર્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન સી આર પાટીલે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર જ સખ્ત પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં એક નવો અવતાર આવ્યો છે. આ મહાઠગ ગુજરાતના લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. લોકોને મફતની લાલચ આપીને વોટ મેળવવાની આશા સેવતા આ ઠગથી ગુજરાતની જનતાએ સાવચેત રહેવાની જરૂર છે. રાજ્યની જનતા આ મહાઠગથી છેતરાય તેવી પણ કોઈ શક્યતા નથી. ગુજરાતમાં શિક્ષણ,આરોગ્યની વાત કરનાર મહાઠગને ભાજપના કાર્યકરોએ જવાબ આપ્યો છે. કચ્છ ભાજપના કાર્યકરોને મહાઠગ વિશે સોશિયલ મીડિયામાં લખવા આહ્વાન કરતાં કહ્યું કે રાજકોટની સભામાં સી આર, સી આર 15-20 વખત બોલવામાં આવ્યું તેઓ ઘરે પણ માળા જપ્તી વખતે મારુ નામ બોલતા હશે.

૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા ભાજપ એક્ટીવ બની રહ્યું છે.ત્યારે આવતી કાલથી ભાજપની બે દિવસીય ચિંતન બેઠક બાવળા ખાતેના આવેલા કેન્સવિલે ખાતે યોજાવાની છે.આ બેઠકમાં ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહપ્રભારી સુધીર ગુપ્તા તેમજ કેન્દ્રીય ગૃહમત્રી અમિતભાઈ  શાહ, કેન્દ્રીયમત્રી પુરસોત્મભાઈ  રૂપાલા, કેન્દ્રીય આરોગ્યમત્રી મનસુખભાઈ  માંડવીયા પણ બેઠકમાં હાજર રહેવાના છે.ત્યારે ચિંતન બેઠકમાં ૨૦૨૨ ગુજરાત વિધાનસભા અતર્ગત ભાજપની તૈયારી અગેની સમીક્ષા થશે. તેમજ ભાજપ દ્વારા મગાવેલા બોર્ડ નીગમના નામો અતર્ગત પણ બેઠકમાં વિચાર-વિમર્શ થશે.જો કે બેઠકમાં ભાજપની શિસ્ત સમિતિ,પાર્લામેન્ટ્રી બોર્ડ કમિટી તેમજ કોરકમિટીના સદસ્યોની હાજરીમાં યોજાશે

(8:51 pm IST)