Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

વડોદરા:ચોરી કરેલ બાઈક સાથે ઘરફોડ ચોરી કરતા પિતા-પુત્રએ સમા વિસ્તારમાંથી 10 લાખની ચોરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરાઃ ઘરફોડ ચોરીઓ કરતા પિતા-પુત્ર ઝડપાઇ જતાં સમા વિસ્તારના વેપારીના મકાનમાંથી પરિવારજનોની હાજરીમાં વહેલી સવારે થયેલી રૃ.૧૦ લાખ ઉપરાંતની ચોરીનો ભેદ ખૂલ્યો છે. શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો અંગે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી આર ખૈર અને ટીમે બોબીસિંગ સીકલીગર અને તેના પિતા કિરપાલસિંગ તારાસિંગ સીકલીગર(બંને રહે.રણોલી બ્રિજ પાસે,વસાહતમાં)ને ઝડપી પાડી એક બાઇક કબજે કરી હતી. પોલીસની તપાસમાં બાઇક થોડા સમય પહેલાં સમા વિસ્તારની તક્ષશિલા સોસાયટીના મકાનમાં ૨૦ દિવસ પહેલાં કરેલી ચોરીમાં હાથ લાગેલી રકમમાંથી ખરીદી હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે તપાસ કરતાં વેપારી લોકેશ અગ્રવાલના મકાનમાંથી પરિવારજનોની હાજરીમાં જ વહેલી સવારે ૧૭ તોલા જેટલા દાગીના અને રોકડા રૃ.૩.૫૦ લાખ ની ચોરી થઇ હોવાની વિગતો ખૂલી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંને રીઢા ચોરોને વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશનને સોંપી દેવા તજવીજ કરી છે.જેથી સમા પોલીસ રિમાન્ડની કાર્યવાહી કરશે. પોલીસના જણાવ્યા પ્રમાણે,બોબીસિંગ સામે અગાઉ રાજપીપળામાં ઘરફોડ ચોરી તેમજ છાણી અને જવાહરનગર પોલીસમાં વાહનચોરીના ગુના નોંધાયા હતા.જ્યારે,તેના પિતા કિરપાલસિંગની સામે સયાજીગંજ, ફતેગંજ,જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હતા.

 

(6:12 pm IST)