Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સુરતના કતારગામ વિસ્તારમાં 16 વર્ષીય તરુણી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બે સંતાનના પિતાની જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:શહેરના કતારગામ વિસ્તારમાં મજુરી કામ કરતી 16 વર્ષથી નીચેની વયની તરૃણી થે બદકામ કરીને સાત માસની ગર્ભવતી બનાવનાર બે સંતાનના પિતાની જામીનની માંગ આજે એડીશ્નલ સેશન્સ જજ શ્રીમતી આશાબેન નિલેશકુમાર અંજારીયાએ નકારી કાઢી છે.

કતારગામના એક ફાર્મ હાઉસમાં મજુરીકામ કરતી ફરિયાદી માતાની સગીર પુત્રીને જુન-2020 થી સપ્ટેમ્બર-2021 દરમિયાન સગીર વયનો લાભ લઈને આરોપી અક્ષય મહેશ વસાવા (રે.નંત્રંગ મંદિર ફળીયુ જિ,ભરુચ)પોતે પરણીત તથા બે સંતાનનો પિતા હોવા છતાં ભોગ બનનાર સાથે એકથી વધુ વાર શરીર સંબંધ બાંધીને સાત માસનો ગર્ભ રાખી દીધો હતો. પેટમાં દુઃખાવા બાદ બાબત બહાર આવતા કતારગામ પોલીસે અક્ષય વસાવાની ધરપકડ કરી હતી. આરોપીએ જામીનની માંગ કરી જણાવ્યું કે, 6 માસના વિલંબ બાદ ખોટી ફરિયાદ કરી છે, સાત માસના ગર્ભની વાત ઉપજાવી કાઢેલી છે.

જ્યારે એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે આરોપીએ કરેલા બળાત્કારના લીધે ભોગ બનનારને સાત માસનો ગર્ભ હોઈ તબીબી અભિપ્રાય મુજબ ગર્ભપાત કરવાની પરવાનગી માંગતી અરજીને કોર્ટે નકારી કાઢી છે. જેથી આરોપીના બળાત્કારના કારણે ભોગ બનનાર પર નવજાત બાળકની જવાબદારી આવી ગઈ છે. આરોપી તથા ભોગ બનનારના ગર્ભનું ડીએનએ કરાવવાનું હોઈ આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.

(6:08 pm IST)